જવાહર નવોદય ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ માહિતી તેમજ ફોર્મ નો નમુનો
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા –2020
આપનુ બાળક જે હાલમાં ધોરણ – ૫ માં અભ્યાસ કરે છે તેને ધોરણ – ૬ માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવાનો નિસ્વાર્થ પ્રયત્ન કરેલ છે.
જવાહર નવોદય વિદ્યાલય વિશે માહિતી
જવાહર નવોદય વિદ્યાલય વિશે જાણીએ અને તેમાં પ્રવેશ મેળવવા માટેની માહિતી મેળવીએ. જવાહર નવોદય વિદ્યાલયનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી બાળકો શહેરની પ્રખ્યાત સ્કૂલોને સમક્ક્ષ ઉચ્ચ ગુણવત્તાવાળુ શિક્ષણ મફત મેળવે તે છે. જેનો અભ્યાસક્રમ સેંટ્રલ બોર્ડ(CBSE) આધારીત હોય છે.